STORY : Category Wise Filter

કંઇજ અશક્ય નથી Download
“ મિત્રો , દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે..... ”

“ મિત્રો , દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે..... ”

“ મિત્રો , દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે..... ”

“ મિત્રો , દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે..... ”

માણસ જે ધારે તે કરી શકે છે..... ”

સરદાર ગૌરવ ગાથા Download
ભારત આઝાદ થયા પછી સરદાર પટેલને આસામની મુલાકાત લેવાની બહુ જ ઇચ્છા હતી. આસામની મુલાકાત લેવાના મુખ્ય બે કારણ હતા.

1. આસામનો સિલહટ જિલ્લો પૂર્વ પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યો હતો અને તેનાથી આસામીઓ ખુબ નારાજ હતા. 2. આસામના આ પહાડી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રચાર થયો હતો.પ્રજા પોતાને ખ્રિસ્તી માનતી હતી અને અત્યાર સુધી દિલ્લીમાં જે સરકાર હતી તે અંગ્રેજો પણ ખ્રિસ્તી હતા અને સરદાર એવુ માનતા હતા કે આ પ્રજા હજુ ભારત સાથે દીલથી જોડાઇ શકી નથી.

સરદાર આસામ જવા તૈયાર થયા એ અગાઉ એમણે આસામના ગવર્નર અકબર હૈદરી અને મુખ્યપ્રધાન ગોપીનાથને સૂચના આપી દીધી હતી કે મારી મુલાકાત વખતે હું વધુમાં વધુ લોકોને છુટથી મળી શકુ એવા કાર્યક્રમો ગોઠવજો. સરદારની આ મુલાકાત ખુબ ફળદાયી નીવડી. લોકોને નજીકથી મળ્યા અને આસામીઓને પણ લાગણી જન્મી કે સરદાર આપણા છે.

આસામીઓના દીલમાં પ્રેમનો દિવો પ્રગટાવીને સરદાર સાહેબ દિલ્લી આવ્યા ત્યારે એમને જે સમાચાર મળ્યા તે સાંભળીને મજબુત મનના સરદાર પણ ભાંગી પડ્યા હતા. સરદારની ગેરહાજરીમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કશ્મીર પ્રશ્નને યુનામાં દાખલ કરી દીધો હતો.
સરદારે જ્યારે આ વાત જાણી ત્યારે એમણે પોતાની વ્યથા ઠાલવતા કહ્યુ હતુ કે " જિલ્લા કક્ષાનો સામાન્ય વકીલ પણ એ વાત જાણે છે કે જો ફરીયાદી તરીકે તમે અદાલતના ઓટલે જઇને ઉભા રહો તો પછી કેસ સાબિત કરવાની જવાબદારી તમારા માથા પર આવી પડે. આરોપીએ તો માત્ર ના જ પાડવાની હોય. જવાહરે એવી મોટી ભૂલ કરી છે કે એમની આ ભૂલ માટે એકદિવસ એ પેટ ભરીને પસ્તાસે અને પોકે પોકે રડશે."
સરદાર કેટલા સાચા હતા. જવાહર તો ગયા પણ આજે આખો દેશ કશ્મિર પ્રશ્નને લઇને પોકે પોકે રડે છે.

Lose Time Download
મિત્રો, જીવનમાં આપણે જે સુખો ભોગવીએ છીએ એ માત્ર અને માત્ર આપણા જ પ્રયાસોથી છે એવું માનવાની ભુલ ન કરવી. શું ખબર આપણી સાથે રહેલી કોઇ વ્યક્તિના પુણ્યપ્રતાપે જ આપણે સરળતાથી જીવી રહ્યા હોઇએ !ભગવાનની કૃપાને કારણે છીએ. મોટી સત્તા કે સંપતિ મળ્યા

સરદાર સાચા અર્થમાં સરદાર હતા Download
સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઇનો મોટા દિકરા બીપીનને વેકેશન હતુ. વેકેશનમાં ક્યાં ફરવા જવુ એનું આયોજન ચાલતુ હતુ. ડાહ્યાભાઇના કોઇ પિતરાઇભાઇએ સુચન કર્યુ કે ચાલોને બધા દીલ્લી ફરી આવીએ. દાદા અત્યારે ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન છે તો આપણને સગવડતાઓ પણ સારી મળશે. સરસ રીતે દીલ્લી જોવાઇ જશે અને દાદાને મળી પણ શકાશે.

બિપિનભાઇ પોતાના બીજા પિતરાઇ ભાઇઓ સાથે દીલ્લી આવ્યા. સવારે રોજ સવારે ફરવા માટે બહાર નીકળતા. ફરીને પરત આવ્યા ત્યા સુધીમાં બધા બાળકો નાહીધોઇને તૈયાર થઇ ગયા હતા. આ બાળકો ક્યારે દીલ્લી આવી ગયા એની સરદારને ખબર જ નહોતી. સવારે ફરીને પરતા આવ્યા ત્યારે એણે બધા બાળકોને જોયા.

નાસ્તાના ટેબલ પર બધા નાસ્તો કરવા માટે ગોઠવાય ગયા. સરદારે સીધો જ પ્રશ્ન કર્યો, “ કેમ સાવ અચાનક અહીંયા આવ્યા ? કોઇ માંદુ-બાંદુ છે કે શું ? “ બીપીનભાઇએ જવાબ આપ્યો, “ ના દાદા કોઇ જ માંદુ નથી અમારે વેકેશન છે એટલે બધા તમને મળવા આવ્યા છીએ.” સરદારે કહ્યુ, “ બહુ સારુ થયુ, તમને ઘણા સમયથી નહોતો મળ્યો તો મળી લેવાયુ. હવે વળતી ટ્રેઇનમાં બધા પાછા જતા રહો. તમને બીજી કોઇ જરુર હોય તો કહો બાકી કોઇ કારણવગર તમારે કોઇએ અહીંયા આવવુ નહી.”

બાળકોને દાદાની આ વાત કડવી ન લાગે એટલે જરા ફોડ પાડીને સરદારે વાત કરી. “ તમે હજુ બહુ નાના છો એટલે અહીંયા આવવા પાછળનો તમારો કોઇ ખરાબ ઇરાદો ન હોય પણ બીજા લોકો તમારો ગેરલાભ ઉઠાવે એ મને ન ગમે માટે અહીંયા આવવાની મનાઇ કરુ છું.”

પોતાને મળેલા ઉચ્ચ પદનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કે સગા વહાલાઓ માટે ન થાય ત્યારે ખરેખર એ પદ, એને ધારણકરનાર વ્યક્તિને લીધે શોભી ઉઠે છે.

જેને કંઇક સારુ કરવુ જ છે એ રસ્તો શોધ લે છે. Download
હમણા ત્રણ દિવસ માટે મારે સ્પીપા-અમદાવાદ ખાતે તાલીમમાં જવાનું થયુ. સ્પીપા ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપવાની સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષાની તૈયારી પણ કરાવે છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ સીધા જ ભારત સરકારના ઉચ્ચ અધિકારી બની શકે છે. આ વર્ષે સ્પીપામાંથી 20 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને રેકોર્ડ બનાવ્યો છે.

સ્પીપાની આ વખતની તાલીમ દરમીયાન એક સુખદ ઘટના જોવા મળી જે આપ મિત્રોની સાથે શેર કરુ છું. સ્પીપામાં અત્યારે રીનોવેશનનું કામ ચાલે છે. આ કામમાં જોડાયેલા મજૂરોના બાળકો મેદાનમાં રખડતા હોય. શાળાએ જવાનો તો એમને વિચાર પણ ન આવે અને કદાચ આવતો હોય તો સંજોગો એમને એમ કરતા અટકાવતા હશે.

આવા શાળાએ ન જતા બાળકોને યુપીએસસીની તાલીમ લઇ રહેલા એક વિદ્યાર્થીએ ભણાવવાની જવાબદારી ઉપાડી. આ વિદ્યાર્થી રોજ સાંજના સમયે મજૂરના બધા બાળકોને સાથે બેસાડીને એને ભણાવે છે. એણે એક આઇએએસ અધિકારીની મદદથી બાજુમાં આવેલી એક શાળામાં બાળકોને પ્રવેશ પણ અપાવ્યો. સાંજે જ્યારે મેં આ દ્ર્શ્ય જોયુ ત્યારે એને કેમેરામાં કેદ કરતા મારી જાતને ન રોકી શક્યો. પેલા બાળકો પણ કેટલા ઉત્સાહથી અભ્યાસમાં લાગેલા હતા અને બાળકોની સાથે એની મમ્મીને પણ ભણતા જોઇને આનંદ બેવડાઇ ગયો.

પોતાના અત્યંત મહત્વના અભ્યાસમાંથી પણ સમય કાઢીને જેની સાથે કોઇ સંબંધ નથી એવા સામાન્ય મજૂરના બાળકોને કોઇ જાતની અપેક્ષા વગર અભ્યાસ કરાવનાર આ વિદ્યાર્થીને સો સો સલામ.

જેને કંઇક સારુ કરવુ જ છે એ આ માટેનો રસ્તો શોધી જ લે છે અને જેને નથી જ કરવુ એ જાત-જાતના બહાના શોધી લે છે.