STORY : Category Wise Filter

સરળતાથી જીવી રહ્યા હોઇએ Download
તમામ મુસાફરોએ સાથે મળીને નિર્ણય કર્યો કે એક એક વ્યક્તિ બસમાંથી ઉતરીને દુર રહેલા ઝાડને અડીને પાછી આવે જે પાપી હશે તેના પર વિજળી પડશે એટલે બાકીના બચી જશે. જે માણસ સૌથી પહેલા નીચે ઉતર્યો તે ડરતા ડરતા માંડ ઝાડ સુધી પહોંચ્યો. વિજળીના કડાકા-ભડાકથી

જે માણસ સૌથી પહેલા નીચે ઉતર્યો તે ડરતા ડરતા માંડ ઝાડ સુધી પહોંચ્યો. વિજળીના કડાકા-ભડાકથી એમ જ લાગતું હતુ કે હમણા જ વિજળી એના માથા પર પડશે.

એ ઝાડને અડીને ફટાફટ પાછો આવી ગયો અને બસમાં પરત આવતાની સાથે જ પોતે પાપી નથી એના આનંદમાં નાચવા લાગ્યો.વિજળીના કડાકા-ભડાકથી એમ જ લાગતું હતુ કે હમણા જ વિજળી એના માથા પર પડશે. એ ઝાડને અડીને ફટાફટ પાછો આવી ગયો અને બસમાં પરત આવતાની સાથે જ પોતે પાપી નથી એના આનંદમાં નાચવા લાગ્યો.

God In Man Download
ઇટાલીના મિલાન શહેરમાં રહેતા એક ચિત્રકારને વિચાર આવ્યો કે મારે ભગવાન જેવું જીવન જીવતા માણસનું ચિત્ર દોરવું છે આ માટે એ એવા ચહેરાની શોધમાં નિકળ્યો જે ભગવાન જેવો નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હોય બહુ શોધખોળના અંતે એક નાના બાળક પર તેને પોતાની પસંદગી ઉતારી 5-6 વર્ષનું આ બાળક ખરેખર ભગવાન જેવું જ નિર્દોષ, નિખાલસ અને પ્રેમાળ હતું પેલા ચિત્રકારે આ બાળકનું ચિત્ર બનાવ્યુ અને નામ આપ્યુ " God in man ".

વર્ષો પછી આ ચિત્રકારને પોતાની વૃધ્ધાવસ્થામાં દુનિયાને એક બીજુ ચિત્ર આપવાની પણ ઇચ્છા થઇ કે દુનિયાને શયતાનનો પણ પરિચય કરાવવો છે અને શયતાન જેવું જ જીવન જીવતા માણસનું ચિત્ર બનાવવું છે. આ માટે એ શયતાની ચહેરાની શોધમાં નિકળ્યો. જેલમાં સજા કાપી રહેલા અને લોકોની હત્યાના આરોપીને એણે આ ચિત્ર માટે પસંદ કર્યો.

પેલા કેદીને આ વાતની ખબર પડી ત્યારે તે રડવા માંડ્યો. બધાને આશ્વર્ય થયુ કે આ રડે છે કેમ ? જ્યારે ચિત્રકારે કેદીને રડવા માટેનું કારણ પુછ્યુ ત્યારે પેલા કેદીએ એટલું જ કહ્યુ કે " ચિત્રકાર મહાશય તમે મને ભુલી ગયા છો પણ મને તમારો ચહેરો બરોબર યાદ છે વર્ષો પહેલા ભગવાનનું ચિત્ર દોરવા માટે તમે જે બાળકની પસંદગી કરી હતી તે હું જ છુ."

આ વાર્તા નહી વાસ્તવિકતા છે બધા જ બાળકો નિર્દોષ , નિખાલસ અને પ્રેમાળ જ હોય છે એને હિટલર કે ગાંધી આપણે જ બનાવીએ છીએ.

આપણા વર્તનને કારણે કોઇ પરમાત્માથી શયતાન બનવા તરફ આગળ ન વધે એટલું ધ્યાન રાખીએ તો પણ ઉપરવાળાનો ચહેરો મલકી ઉઠશે અને માણસને શયતાન બનાવવાનું કામ કરતા હોઇશું તો મંદિરની આરતી , મસ્જીદની નમાજ કે ચર્ચની પ્રેયર પણ પરમાત્માના ચહેરા પરની વેદના દુર નહી કરી શકે.......

કેમ છો ? Download
એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો. શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.
આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો. પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો. રાજા આ ભરવાડ યુવાન પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા. ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો. રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.
જીવનના તથ્યો ને સમજો

કંઇક મેળવવાના પ્રયાસ -પ્રભુની આપવાની તૈયારી Download
એક માણસનું મૃત્યું થયું. ભગવાનના દુતો એને તેડવા માટે આવ્યા. જીવન દરમ્યાન ખુબ સારા કામો કરેલા એટલે એને પૂર્ણ આદર સાથે દેવદુતો પોતાની સાથે લઇ ગયા. પેલા માણસે દેવદુતોને પુછ્યુ કે તમે મને ક્યાં લઇ જાવ છો? દેવદુતોએ કહ્યુ કે ભગવાન તને મળવા માટે આતુર છે માટે તને ભગવાન પાસે લઇ જઇએ છીએ.

એક પછી એક દરવાજા પસાર કરતા કરતા દેવદુતો આ માણસને લઇને આગળ વધી રહ્યા હતા. એક ખુબ મોટું મેદાન આવ્યું. પેલા માણસના પગ થંભી ગયા. એ તો આંખો ફાડીને જોઇ જ રહ્યો. આ મેદાનમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જુદી જુદી ભેટો સરસ મજાના રેપરમાં પેક થઇને પડી હતી. પેક થયેલી ગિફટના ઢગલે ઢગલા હતા. રાક્ષસી કદની ભેટથી શરુ કરીને સાવ નાની નાની ભેટો પણ હતી.

પેલા માણસે દેવદુતોને પુછ્યુ કે “આ બધુ શું છે? આ રેપરમાં શું પેક કરેલું છે? અને આ કોને આપવાનું છે?”

દેવદુતે દુ:ખી હદયે જવાબ આપ્યો કે “ભાઇ આ રેપરમાં જુદી જુદી ભેટો છે. કોઇમાં રુપિયા છે તો કોઇમાં બંગલો છે. કોઇમાં નોકરી છે તો કોઇમાં છોકરી પણ છે. પૃથ્વી પરના માણસો એ જે જે ઇચ્છા કરી એ બધુ જ આમાં છે.”
પેલા માણસે આશ્વર્ય સાથે પુછ્યુ કે “તો પછી બધુ અહિંયા કેમ છે? એ કેમ કોઇને આપ્યુ નથી? ” દેવદુતોએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે “ જેમણે જેમણે કંઇક મેળવાવાનું નક્કી કર્યુ એને એની ઇચ્છા મુજબની વસ્તું આપવા માટે ભગવાને સરસ મજાનું ગીફ્ટ પેક તૈયાર કર્યુ પરંતું તેને આપે તે પહેલા જ માણસે તે મેળવવાના પ્રયાસ છોડી દીધા એટલે એ અહિંયા જ પડી રહ્યા. જો થોડી વાર વધુ પ્રયાસ ચાલુ રાખ્યા હોત તો ચોક્કસ બધાને એની ઇચ્છા મુજનું મળી ગયુ હોત!”
આપણે પણ જીવનમાં આ જ ભુલ કરીએ છીએ. કંઇક મેળવવાના પ્રયાસ ચાલુ કરીએ અને પ્રભુ એ આપવાની તૈયારીમાં જ હોય અને આપણે પ્રયાસ છોડી દઇએ છીએ.

આપણા નસિબ આપણે જ લખવાના Download
ભગવાન રામના જીવનનો એક સુંદર પ્રસંગ છે.
Ram : Sita
Sita : Urmila


ભગવાન રામચંદ્રજીના જીવનમાં આવતા દુ:ખોથી હનુમાનજી ખુબ વ્યથિત રહેતા.
હનુમાનજી ભગવાન રામના પરમ ઉપાસક હોવાથી પોતાના પ્રભુના જીવનમાં આવતી આફતો એનાથી જોઇ શકાતી ન હતી.
એમણે એકદિવસ નક્કિ કર્યુ કે મારે વિધાતાને મળીને ફરિયાદ કરવી છે કે મારા પ્રભુના નસિબમાં તે આવા દુ:ખો શા માટે લખ્યા છે ?


એકવખત હનુમાનજી વિધાતા પાસે ગયા. ખુબ ગુસ્સામાં વિધાતાને ઘણું સંભળાવ્યુ. ન બોલવાનું બોલ્યા. પરંતું વિધાતાએ હનુમાનજીની બધી જ વાતો શાંતિથી સાંભળી. હનુમાનજી વારંવાર એક જ ફરિયાદ કરી રહ્યા હતા " મારા પ્રભુના ભાગ્ય તમે આવા કેમ લખ્યા ? "

વિધાતાએ હનુમાનજીને કહ્યુ , " હવે તમે મારી વાત શાંતિથી સાંભળો. ભગવાન રામના ભાગ્ય મેં મારી રીતે નથી લખ્યા એમણે મારી પાસે લખાવ્યા એ રીતે જ મેં લખ્યા છે. હવે બોલો આમા મારો શું વાંક ? "
પ્રસંગ બહુ સામાન્ય છે પણ મર્મ ખુબ ઉંડો છે. આપણા નસિબ વિધાતાએ નહી આપણે પોતે જ લખવાના હોય છે પણ વાંક હંમેશા વિધાતાનો જ કાઢિએ છીએ. તો ચાલો તૈયાર થઇ જાવ વિધાતા પાસે તમારા ભાગ્ય લખાવા માટે........
ઇકબાલનો આ શેર યાદ રાખજો દોસ્તો ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદિર સે પહલે, ખુદા બંદે સે ખુદ પુછે બોલ તેરી રઝા ક્યા હૈ ?

પ્રત્યેક જીવ પરમાત્માનું સર્જન છે. Download
એક દેવળ હતુ, ભગવાનને રહેવાનું સ્થળ. આ દેવળની વિશેષતા એ હતી કે એ માત્ર ગોરી ચામડીના લોકો માટેનું જ હતુ. ગોરી ચામડી ન હોય એવા કોઇ વ્યક્તિને આ દેવળમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ દેવળ જે વિસ્તારમાં હતુ તે વિસ્તારમાં વસ્તા કાળી ચામડીના લોકો પ્રભુને પ્રેમ કરતા હોવા છતા પ્રાર્થના માટે દેવળમાં જઇ શકતા ન હતા.

કદાચ કોઇ કાળી ચામડીનો માણસ ભૂલથી પણ જો આ દેવળમાં આવી પહોંચે તો એનું ભયંકર અપમાન કરીને એને પાછો કાઢવામાં આવતો હતો. એકદિવસ એક કાળી ચામડીનો નવયુવાન આ દેવળમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યો. દેવળમાં પ્રવેશ કરે એ પહેલા જ એને અટકાવવામાં આવ્યો અને હવે પછી ભવિષ્યમાં ક્યારેય આ દેવળ તરફ ફરકવુ પણ નહી એવી ચેતવણી આપવામાં આવી. યુવકે ત્યાં રહેલા લોકોને વારંવાર વિનંતી કરી. એમણે કહ્યુ , " હું પ્રાર્થના કરીને જતો રહીશ અંદર બેસીશ પણ નહી મહેરબાની કરીને મને પ્રવેશવા દો." પણ કોઇ ગોરા ભક્તોના બહેરા કાને એની પ્રાર્થના સંભળાઇ જ નહી.

કાળી ચામડીનો આ યુવક દેવળની નજીક આવેલા એક જાહેર બચીચામાં બેસીને ખુબ રડ્યો. સતત ભગવાનને ફરીયાદ કરતો હતો કે પ્રભુ મે એવા તે શું પાપ કર્યા છે કે મને આ દેવળમાં પ્રવેશ આપવામાં નથી આવતો ? શું માત્ર ગોરી ચામડીના લોકોને જ તારી ભક્તિ કરવાનો અધિકાર છે ? અમારી કાળી ચામડીનું સર્જન તો તે જ કર્યુ છે ને પ્રભુ ? તો પછી અમે તમને કેમ મળી શકતા નથી?"

યુવાનની આ વાતો સાંભળીને ખુદ ભગવાન ત્યાં હાજર થઇ ગયા. ભગવાનને પોતાની સામે જ ઉભેલા જોઇને યુવાન તો નાચવા લાગ્યો. ભગવાનને એને પોતાની પાસે બોલાવ્યો અને એને પ્રેમથી ભેટ્યા પછી પુછ્યુ, " બોલ, બેટા શું ફરીયાદ હતી? " યુવાને કહ્યુ, " પ્રભુ આ સામેના દેવળમાં મને પ્રવેશવા નથી દેતા. આવુ કેમ ?" ભગવાન ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ, " અરે ભાઇ, એ લોકો મને પણ પ્રવેશવા નથી દેતા તો તારો વારો ક્યાંથી આવે ? "

મિત્રો, જ્યાં ભગવાને પોતે જ બનાવેલા માણસો સાથે ભેદભાવ રાખવામાં આવે ,ત્યાં ભગવાન કદી હોતા નથી. આ જગતનો પ્રત્યેક જીવ પરમાત્માનું જ સર્જન છે માટે દરેકને અપનાવતા શીખીએ અને તો જ પ્રભુની નજીક જઇ શકાશે.

દરેક માનવ પ્રભુનું સંતાન છે Download
એક ખુબ મોટું ચર્ચ હતું. અમિરોનું ચર્ચ. અમિરોનું એટલા માટે કારણ કે એ ચર્ચ અમિર-ઉમરાવો જે વિસ્તારમાં રહેતા હતા એ પોશ વિસ્તારમાં આવેલું હતું અને ચર્ચમાં પૈસાદાર લોકો જ પ્રાર્થના કરવા માટે આવતા હતા. પ્રાર્થના કરવા આવનાર તમામ લોકોના કપડા અને વર્તન પરથી જ તેની અમિરાતનો પરિચય મળતો હતો.

રવિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે આવ્યા હતા. આખું ચર્ચ ખીચો-ખીચ ભર્યુ હતું. ચર્ચના પાદરી બધાને ધર્મસંદેશ આપી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સાવ ભિખારી જેવો માણસ રખડતો ભટકતો આ ચર્ચમાં આવી ચડ્યો. એને તો એવી કોઇ ખબર નહોતી કે આ ચર્ચમાં બધા ધનકુબેર જ આવતા હોય છે.

ચર્ચમાં દાખલ થયેલા એ માણસના કપડાના પણ કોઇ ઠેકાણા ન હતા. ફાટેલા-તુટેલા કપડા, વધી ગયેલી દાઢી, શરિરમાંથી આવતી દુર્ગંધ. એ દાખલ થયો એટલે બધા લોકો એની સામે જોવા લાગ્યા. પાદરીનું ધ્યાન પણ એના તરફ ગયુ. પાદરી સહિત બધાને આ માણસ પ્રત્યે અણગમો થયો પણ કોઇ બોલ્યુ નહિ.

પેલો માણસ તો ધીમે ધીમે આગળ વધ્યો. એક બેંચ પર સહેજ જગ્યા હતી એ બેસવા ગયો કે તુરંત જ ત્યાં બેઠેલી વ્યક્તિ પહોળી થઇને બેસી ગઇ જેથી આ માણસની બાજુમાં બેસવું ન પડે. અને બાકીના બધા પણ ફટાફટ પહોળા થઇ ગયા જેથી બેસવા માટે કોઇ જગ્યા જ ન મળે. ભિખારી જેવો એ માણસ બેસવાની જગ્યા શોધતો શોધતો છેક આગળ આવી ગયો અને જગ્યા ન મળવાથી એ રસ્તામાં પાદરીની બરાબર સામે જ નીચે જમીન પર બેસી ગયો.
થોડીવારમાં પાછળથી એક વૃધ્ધ આગળ આવ્યો. એના હાથમાં લાકડી હતી. બધાને થયુ કે આ વૃધ્ધ પેલા ભિખારીને લાકડીથી ઠપકારશે અને બધા આવુ જ ઇચ્છતા હતા. ધીમે ધીમે પેલા વૃધ્ધ ભિખારી સુધી પહોંચ્યા. હવે તો પાદરીએ પણ પોતાનું પ્રવચન બંધ કરી દીધું બધા એ જોવા લાગ્યા કે આ વૃધ્ધ હવે શું કરે છે? વર્ષોથી ચર્ચમાં આવતા આ વૃધ્ધ પેલા ભિખારી પાસે આવીને એની બાજુમાં જ નીચે બેસી ગયા. એણે ભિખારીનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લીધો અને કહ્યુ , “ ભાઇ, તું ચર્ચમાં આવ્યો ત્યારે આ પાદરી પ્રભુનો સંદેશો આપીને સમજાવતા હતા કે દરેક માનવ પ્રભુનું સંતાન છે. એટલે એનો મતલબ એ કે તું પણ પ્રભુનું સંતાન અને હું પણ પ્રભુનું સંતાન અર્થાત આપણે બંને ભાઇ થયા કહેવાઇ. હું ઉભો થઇને તારી પાસે એટલા માટે આવ્યો કારણકે તને એકલું ના લાગે ભાઇ.”
આપણે પણ આપણી આસપાસના આપણા ભાઇબહેનોને આ જ દૃષ્ટીથી જોવાનો પ્રયાસ કરીએ કદાચ ઉપરવાળો આપણો બાપ વધુ રાજી થશે.

હેતના ટેભા... Download
એકવખત ભાવનગરના મહારાજા વખતસિંહ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા. ભગવાનની મનોહર મૂર્તિ એમને જેટલા આકર્ષતી હતી એના કરતા વધુ ભગવાને પહેરેલી ડગલી( એક પ્રકારનું શરીર પહેરવાનું વસ્ત્ર) એમને ખેંચતી હતી. જીંદગીમાં પહેલીવાર એમણે આટલી આકર્ષક ડગલી જોઇ હતી. મહારાજાનું ધ્યાન વારે વારે ડગલી પર જતુ હતુ.

મહેલમાં પરત ફર્યા બાદ સતત તે ડગલીનો જ વિચાર આવે કારણકે ખરેખર એ ડગલી અદભૂત હતી. મહારાજાએ એક ખાસ માણસને બોલાવીને એ ડગલી ભગવાન પાસે ક્યાંથી આવી એની તપાસ કરવાનું કામ સોંપ્યુ. તપાસ કરનારે થોડા દિવસમાં જ ભાવનગર નરેશને સમાચાર આપ્યા કે આ ડગલી બનાવનારો દરજી આપણા રાજ્યની જ રૈયત છે.

વખતસિંહ બાપુના આદેશથી એ દરજીને દરબારમાં બોલાવવામાં આવ્યો. દરજી તો આવીને ઉભો રહ્યો. મહારાજાએ એને પ્રશ્ન પુછ્યો, “ સ્વામીનારાયણ ભગવાન જે ડગલી પહેરે છે એ તે બનાવી છે ?” દરજીએ હાથ જોડીને કહ્યુ , “ હા, માંઇબાપ મેં જ બનાવી છે.” મહારાજાએ કહ્યુ, “ ભાઇ, મને બિલકુલ એના જેવી જ એક ડગલી બનાવી આપ. એ માટે જે ખર્ચ થાય એ તું લઇ લે જે પણ ડગલી એવી જ બનવી જોઇએ જેવી ભગવાને પહેરી છે.”

દરજીએ વિનમ્રતાથી કહ્યુ, “ મહારાજા સાહેબ, મને માફ કરજો પણ હું એવી જ ડગલી તો નહી બનાવી શકુ.” મહારાજે થોડા કડકાઇ ભર્યા અવાજે કહ્યુ, “ કેમ એલા ના પાડે છે ?” દરજીએ કહ્યુ, “ હું ના નથી પાડતો બાપુ, પણ બીલકુલ એવી જ ડગલી તો મારાથી નહી જ બની શકે?” મહારાજાએ પુછ્યુ , “ પણ તારાથી હવે એવી જ ડગલી કેમ નહી બને?” દરજીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, “ બાપુ, તમે જે ડગલી જોઇ એ તો મેં મારા ભગવાન માટે બનાવી હતી અને એમાં મેં ‘હેતના ટેભા’ ભર્યા હતા.”

મિત્રો, હાથધરવામાં આવેલા કોઇપણ કાર્યમાં જ્યારે ‘હેતના ટેભા’ ભરવામાં આવે ત્યારે એ કાર્યની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે અને એ કાર્ય દિપી ઉઠે છે.

બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ. Download
એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન પ્રગટ થયા. પોતાની આંખો સામે જ ભગવાનને ઉભેલા જોઇને એ માણસને બહુ જ આનંદ થયો.

ભગવાને માણસને કહ્યુ , " હું તારી પ્રાર્થનાથી તારા પર ખુબ રાજી છું. " માણસે તુરંત જ કહ્યુ , " પ્રભુ તો પછી આપના રાજીપાનું ફળ પણ મને આપો. " ભગવાને કહ્યુ , " તારે જે જોઇએ એ માંગી લે હું તને આપવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે તું જે માંગીશ એના કરતા તારા આખા શહેરને બમણું મળશે. "

ભગવાન રાજી થયા છે અને આજે તો મારી ઇચ્છા પુરી થશે એ વાતના આનંદમાં ભગવાન કઇ શરત સાથે માંગ પુરી કરી રહ્યા છે એની ખબર જ ન રહી. એણે તો ફટાક દઇને કહી દીધું , " મને એક સુંદર મજાનું ઘર જોઇએ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય " . ભગવાને એને થોડીવાર આંખો બંધ રાખી અને પછી ખોલવાની આજ્ઞા કરી.

માણસે આંખો ખોલી અને એના આનંદનો પાર ન રહ્યો. એ જેના કાયમ માટે સપનાઓ જોતો હતો એ બધી જ સમૃધ્ધિ આજે તેની નજર સામે હતી. એ તો નાચવા અને કુદવા લાગ્યો. ભગવાને જગતનું બધુ જ સુખ એની ઝોળીમાં નાંખી દીધાની અનુભૂતિ એને થવા લાગી. ગીતો ગાતો ગાતો એ ઘરની બહાર નીકળ્યો. પોતાના પાડોશીને આવા જ બે બંગલા જોઇએ એને આંચકો લાગ્યો. પોતાની ગાડી લઇને એ શહેરમાં ફરવા માટે નીકળ્યો. આખા શહેરમાં દરેકને પોતાનાથી બમણી સમૃધ્ધિ મળી છે એ જોઇએ એનો આનંદ શોકમાં પલટાઇ ગયો.

ઇર્ષા એ આંખમાં પડેલું એવું કણું છે જે સતત ખટક્યા કરશે અને તમારી નજર સામેની સુંદર દુનિયાને તમે માણી નહી શકો. યાદ રાખજો આપણે આપણા દુ: ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતા બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.

આધ્યાત્મિક ગુરુ : પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ Download
વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં સરસવણી નામનું એક નાનકડું ગામ છે. આ ગામમાં રહેતા એક સામાન્યસ્થિતીના ભાઇને એમના ગુરુ પ્રત્યે ખુબ આસ્થા. દરેક બાબતમાં ગુરુનું માર્ગદર્શન મેળવે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવે.

એકવખત એના ગુરુને એણે એક પત્ર લખ્યો. પત્રમાં એણે પોતાના ગુરુજીનું એક બાબતે માર્ગદર્શન માંગેલુ. પત્ર જ્યારે ગુરુજીને મળ્યો અને ગુરુજીએ એ વાંચ્યો ત્યારે બાજુમાં બેઠેલા અન્ય શિષ્યોને ગુરુએ પત્ર વિષે વાત કરતા કહ્યુ,

"આ ભાઇએ દિવસરાતની તનતોડ મહેનતથી કરેલી કમાણીમાંથી થોડી બચત કરી છે અને હવે એ બચત રકમમાંથી એણે એક મોટરસાઇકલ લેવુ છે. મોટરસાઇકલ હોન્ડા કંપનીનું લેવુ કે બજાજ કંપનીનું લેવુ તે બાબતે માર્ગદર્શન માંગ્યુ છે."

પત્રની વિગત જાણીને બાકીના શિષ્યોને થોડુ હસવુ પણ આવ્યુ હશે પણ ગુરુજીએ આ બાબતને મહત્વ આપીને સાંજે બંને કંપનીના ડીલરને મળવા માટે બોલાવ્યા. પોતાના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાંથી પણ સમય કાઢીને ગુરુજી આ બંને ડીલરો સાથે બેઠા અને બંને કંપનીના બાઇક વિષે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી. માઇલેજ અને મેઇન્ટેનન્સ ખર્ચ વિષે પણ પૃચ્છા કરી. ડીલરોને પણ આશ્વર્ય થયુ કે આવડા મોટા ધર્મગુરુ આવુ બધુ કેમ પુછે છે ?
ડીલરો સાથેની બધી જ વાતચીત કર્યા પછી ગુરુજીએ પેલા ગામડામાં રહેતા શિષ્યને પત્ર લખીને એણે કઇ કંપનીનું મોટરસાઇકલ ખરીદવું જોઇએ એનું માર્ગદર્શન આપ્યુ.
આ ગુરુજી એટલે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ. ડો.એ.પી.જે. અબ્દુલ કલામ પણ જેને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવતા ( આ માત્ર કહેવાની નહી ડો. કલામે એના પુસ્તકમાં લખેલી વાત છે) એવા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોના આધ્યાત્મિક પ્રશ્નોના નિરાકરણ તો કર્યા જ છે પરંતું આવા સામાન્ય વ્યાવહારિક પ્રશ્નોને પણ મહત્વ આપ્યુ છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મારા ગુરુદેવ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આજે હું જે કંઇ પણ છું એ માત્ર અને માત્ર એમની કૃપા અને એમના આશીર્વાદથી જ છું.