LATEST STORY : 

   માન્યતાઓને બદલતા શીખીએ
પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને જ પોતાની મા સમજે છે અને એની પાછળ દોડે છે.

આ સંશોધકે કેટલાક ઇંડાઓ પર સંશોધન કર્યુ. જ્યારે ઇંડામાંથી બચ્ચુ બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઇંડાથી દુર કરીને મરઘીની જ્ગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળ્યુ અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચુ પણ ત્યાં જ ગયુ.

બચ્ચુ ફુગ્ગાની પાછળ દોડા-દોડી કરે. એને સાચી મરઘી પાસે લઇ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની મા સમજીને એને ચોંટી રહે. ભુખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઇને પહોળી કરે જેથી એને એની મા ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઇ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહી.

એણે જેટલા ઇંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જોવા મળ્યુ. મરઘીનું બચ્ચુ ભુખ્યુ મરી ગયુ પણ એને ફુગ્ગાથી દુર જવાનું પસંદ ન કર્યુ કારણકે ફુગ્ગો જ એને મા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યુ કે જે એને પહેલા દેખાયુ એ જ એને સત્ય મનાયુ.

આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ પહેલી વખત કોઇના વિષે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઇશુ અને સત્યથી દુર રહી જઇશુ.

On FaceBookQUOTES : HERB OF HAPPY LIFE

RECENT STORIES

why people love my all books!
 • એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ ( આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે , કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સુઇ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.

  Read Full StoryTotal Like : 3
 • 15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુવે એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીછડો મારી દીધો. યુવાનીના ઉંબરે આવીને ઉભેલી આ યુવતીની બંને કીડનીઓ કામ કરતી બંધ થઇ ગઇ. મૃત્યુ નજર સામે નાચતું હોવા છતા આ છોકરીના ચહેરા પર સ્મિત હતું. એમના મમ્મીએ પોતાની એક કીડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી.અનેક તકલીફોની વચ્ચે પણ એ પુરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઇપણ જાતની ફરીયાદો કર્યા સીવાય મનભરીને માણી રહી હતી.

  Read Full StoryTotal Like : 3
 • એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

  Read Full StoryTotal Like : 6
 • વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાં સરસવણી નામનું એક નાનકડું ગામ છે. આ ગામમાં રહેતા એક સામાન્યસ્થિતીના ભાઇને એમના ગુરુ પ્રત્યે ખુબ આસ્થા. દરેક બાબતમાં ગુરુનું માર્ગદર્શન મેળવે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવે.

  Read Full StoryTotal Like : 3
 • 13 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

  Read Full StoryTotal Like : 8

PHOTO GALLERY

Photos which people love to stay!